News of Tuesday, 28th January 2025
સચિવાલય- તમામ કલેકટર- ડીડીઓ કચેરીઓ- અન્ય સરકારી કચેરીઓમાં ૧લી ફેબ્રુઆરીથી ડીજીટલ એટેન્ડસ સિસ્ટમ
ખાસ પરીપત્ર જાહેર કરાયોઃ કર્મચારીઓ- અધીકારીઓ નિયમીત આવે, હાજર રહે તે માટે કાર્યવાહી

રાજકોટ તા.૨૮: રાજય સરકારના સામાન્ય વહિવટ વિભાગે તમામ કલેકટર- ડીડીઓ- સરકારી કચેરીઓ માટે એક મહત્વનો પરીપત્ર બહાર પાડી જાહેર કર્યું છે કે, સિચિવાલયના તમામ વિભાગો અને સચિવાલય સંકુલમાં બેસતી તમામ કચેરીઓના અધિકારીઓ/ કર્મચારીઓની હાજરીમાં નિયમિતતા જળવાય અને તેનું યોગ્ય રીતે મોનીટરીંગ થઈ શકે તે હેતુથી ઈન્ટીગ્રેટેડ સીકયુરીટી એક્સેસ એન્ડ મેન મેનેજમેંટ સીસ્ટમ (IWDMS) દાખલ કરવા અંગે સૂચનાઓ અમલમાં છે.
અધિકારીઓ/ કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડા આવનાર અધિકારીઓ/કર્મચારીઓ ઉપર નિયંત્રણ રહે તે માટે ‘Digital Attendance System’ ની વ્યવસ્થા વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગના પરામર્શમાં દાખલ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. આ બાબતે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેકટર ઓફીસ તેમજ ડી.ડી.ઓ. ઓફીસ-ગાંધીનગર, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓએ અધિકારીઓ/કર્મચારીઓની હાજરી માટે તા.૦૧/૦૨/૨૦૨૫ Digital Attendance System’ નો અમલ કરવાનો રહેશે, ત્યારબાદ સરકારની અન્ય કચેરીઓમાં ‘Digital Attendance System’ નો અમલ કરવાનો રહેશે. શરૂઆતના ૩ મહિનાના સમયગાળા માટે Digital Attendance Systemમાં હાજરીની નોંધણી સાથે વર્તમાનમાં અમલમાં રહેલ હાજરી પ્રથાને પણ ચાલુ રાખવાની રહેશે. આ સિસ્ટમ સંબંધિત તમામ કાર્યવાહી અંગેની વ્યવસ્થા વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગે કરવાની રહેશે. આ પદ્ધતિ અનુસાર કર્મચારી/અધિકારી કચેરી અથવા સંકુલમાં પ્રવેશે તેમજ કચેરી/સંકુલની બહાર નીકળે ત્યારે ‘Digital Attendance System’ મારફત તેના હાજરીની નોંધ સિસ્ટમમાં થાય છે. દરેક વિભાગે ઉક્ત પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવશ્રી (મહેકમ) દ્વારા સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) તરીકેની કામગીરી કરવાની રહેશે. ડિપાર્ટમેન્ટલ એડમિન આઈડીના આધારે સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ (SPOC) અથવા તેમના દ્વારા અધિકળત અધિકારી ઓફિસ અને સબ ઓફિસ માટે એડમિન આઈડી બનાવી શકે છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
