News of Tuesday, 28th January 2025
લાલજી પટેલે કહ્યું- જયેશભાઈના પિતા અમારા સમાજના સિંહ કહેવાતા હતા દરેક સમાજમાં બે પાંચ લોકો હોય છે જે સારી પ્રવૃત્તિનો વિરોધ કરતા હોય છે.
ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદનને લઈ ચર્ચાઓ વચ્ચે હવે લાલજી પટેલની પતિક્રિયા સામે આવી

અમદાવાદ : ઢસરભય જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. બંને એક બીજાના નામ લીધા વગર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન 26 જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે લેઉવા પાટીદાર સમાજની 511 દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદનને લઈ ચર્ચાઓ તેજ થઈ છે.ત્યારે હવે લાલજી પટેલની પતિક્રિયા સામે આવી છે.
લાલજી પટેલે કહ્યું કે, જયેશ રાદદિયાના પિતા અમારા સમાજના સિંહ કહેવાતા હતા. દરેક સમાજમાં બે પાંચ લોકો એવા હોય છે કે જે સારી પ્રવૃત્તિનો વિરોધ કરતા હોય છે. જયેશભાઇ રાજકારણમાં પણ સમાજની ખૂબ તાકાતથી સેવા કરે છે. પણ જ્યારે કોઈ તાકાતને તોડવા વાળા બે પાંચ લોકો હોય. જયેશભાઇને લાગ્યું હોય ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હોય. કદાચ વર્કના લોડમાં જયેશભાઇ એ ટપોરી શબ્દ વાપર્યો હોઈ શકે. તેમનો મતલબ એ હતો કે સમાજના કામમાં પણ નડવાવાળા લોકો હોય છે.
જયેશ રાદડિયાને લઈ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, રાદડિયા પરિવારને આવી ટપોરી ટોળકીઓથી કોઈ ફેર પડવાનો નથી. આ વિસ્તારમાં તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ આવા અનેક ટપોરીઓને ભો ભેગા કરી દીધા છે. વિઠ્ઠલભાઈએ સમાજ માટે અને ખેડૂતના મસીહા તરીકે સારા કામ કર્યા છે. આ પરિવારે માત્ર સમાજને જ નહી, ગુજરાતને પણ ઘણું બધું આપ્યું છે. એમને કોઈ પણ તકલીફ હશે, તો અમે સાથે રહેશું તે અમારી જવાબદારી અને કર્તવ્ય બને છે.
જામકંડોરણા ખાતે લેઉવા પાટીદાર સમાજની 511 દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા વિરોધીઓ પર આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે જાહેર સ્ટેજ પરથી નામ લીધા વગર બોલ્યા કે, લાખોની સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજની જનમેદની વચ્ચે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે આપણા સમાજની બે પાંચ ટકા ટપોરીઓની ગેંગ જે સારા કામમાં હવનમાં હાડકા નાખે છે, મને અને રાદડિયા પરિવાર વિશે સોશિયલ મિડીયામાં ખરાબ કોમેન્ટો લખે છે સમાજે આવા લોકોને ઓળખવાની જરૂર છે. મારે લેઉવા પટેલનું નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું પરંતુ મારી પાસે સમાજ આવે તો તમને વાંધો શું છે? આજે આ સારૂ કામ કર્યું જેથી કેટલાકના પેટમાં તેલ રેડાશે અને કાલથી મને રાજકીય રીતે બદનામ કરવાની શરુઆત કરી દેશે. કેટલાક લોકો રાજકારણમાં ન હોવા છતા સમાજમાં રાજકારણ લાવે છે. આવા લોકોને મારી ખુલ્લી ચેલેન્જ છે,બધુ મુકીને એકવાર રાજકારણમાં આવો ક્યાં સુધી સમાજના નામે રાજકારણ કરશો ? વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા સમાજને પુછીને રાજકારણમાં નહોતા આવ્યા. સમાજ સ્વીકારશે તો પદ પર બેસાડી દેશે.તાકાત હોય તો રાજકારણમાં આવો.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
