<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ મહુવામાં 4385 રૂપિયા બોલાયો: જાણો અન્ય 27 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 868.36 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 868.36 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 4385 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ઉંચો ભાવ 4310 રૂ. અને નીચો ભાવ 3700 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4360 રૂ., હળવદમાં 4206 રૂ., ગોંડલમાં 4191 રૂ., થરામાં 4175 રૂ., હારીજમાં 4166 રુ., જામનગરમાં 4165 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 868.36 ટન આવક થઇ છે.

(8:31 PM IST)