<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

તાપીમાં વિસ્ફોટક પદાર્થ સાથે ચાર આરોપીઓની ધરપકડ :એક હજુ ફરાર

નિઝરના વેલદા ગામની સીમના ખેતરમાંથી જીલેટીન સ્ટીક સહિતના વિસ્ફોટક જપ્ત કરાયા

તાપીઃ વિસ્ફોટક પદાર્થ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નિઝરના વેલદા ગામની સીમના ખેતરમાંથી જીલેટીન સ્ટીક સહિતના વિસ્ફોટક જપ્ત કરાયા છે. ખેતરમાં આવેલા કૂવાને ઉંડો કરવા જીલેટીન સ્ટીક સહિતના વિસ્ફોટક વાપરવાના હતા. પોલીસે 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીને પકડ્યા, એક હજુ ફરાર છે. બિલ કે આધાર પુરાવા વગર વિસ્ફોટક મળતા પોલીસે કાર્યવાહી કરી.

(9:08 PM IST)