<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ઓડી ઈન્ડિયાએ નવી ઓડી RS Q8ના પરફોર્મન્સ માટે બુકિંગ શરૂ કર્યા

નવી ઓડી RS Q8 પરફોર્મન્સ 4.0L V8 TFSI એન્જિન દ્વારા પાવર્ડ હોઈ 640 hp અને 850 Nm ટોર્ક પ્રદાન કરે છે: સ્પોર્ટ ડિફરન્શિયલ સાથે ક્વેટ્રો ઓલ- વ્હીલ ડ્રાઈવ:ઓડી ઈન્ડિયા વેબસાઈટ (www.audi.in) અને 'myAudi connect' એપ થકી ઓનલાઈન બુકિંગ્સ.

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી દ્વારા આજે ભારતમાં નવી ઓડી RS Q8 પરફોર્મન્સ માટે બુકિંગ શરૂ કર્યા. આ SUV ઓડી ઈન્ડિયાની વેબસાઈટ અથવા 'myAudi connect' એપ્લિકેશન થકી INR 5,00,000ની આરંભિક બુકિંગ રકમ સાથે બુક કરી શકાય છે. શક્તિશાળી 4.0L V8 TFSI એન્જિન 640 hp અને 850 Nm ટોર્ક ઊપજાવે છે, જે સાથે ઓડી RS 08 પરફોર્મન્સ ફક્ત 3.6 સેકંડ્સમાં 0થી 100 km/h સુધી એક્સિલરેટ થઈ શકે છે અને ઓપ્શનલ પેકેજ સાથે 305 km/hની ટોપ સ્પીડ ધરાવે છે.

ઓડી ઈન્ડિયાના હેડ શ્રી બરબીર સિંહ ધિલ્લોંએ જણાવ્યું હતું કે, "નવી ઓડી RS Q8 પીક ઓફ પરફોર્મન્સ SUV એન્જિનિયરિંગ છે, જે અતુલનીય શક્તિ અને રોજબરોજની યુટિલિટીને જોડે છે. તેની અજોડ લૂક અને ઉત્કૃષ્ટ ડ્રાઈવિંગ લાક્ષણિકતાઓ લક્ઝરી અને રોમાંચક ડ્રાઈવિંગ અનુભવ પણ ચાહતા પરફોર્મન્સના ચાહકોની નવી પેઢીને સ્પર્શે છે. સુધારિત વિશિષ્ટતાઓ અને અત્યંત શક્તિશાળી એન્જિન સાથે નવી ઓડી RS 08 પરફોર્મન્સનો હેતુ ઓડી RS રેન્જ પ્રોડક્ટ પાસેથી અમારા ઈચ્છનીય ગ્રાહકોની માગણીને પહોંચી વળવા ઉત્તમ ડ્રાઈવિંગ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. અમને એ વાત કહેતાં ખુશી થાય છે કે બુકિંગ હવે ખૂલી ગયા છે, જેથી સ્પોર્ટસ કારના શોખીનો તેમની કાર વહેલી તકે બુક કરી શકે છે, કારણ કે ઉપલબ્ધતા મર્યાદિત છે."
ગ્રાહકો ઓડી ઈન્ડિયા વેબસાઈટ (www.audi.in) અને 'myAudi connect એપ થકી થકી ઓનલાઈન બુકિંગ દ્વારા ઓડી RS Q8 બુક કરી શકે છે
ઓડી ગ્રૂપ પ્રીમિયમ અને લકઝરી સેગમેન્ટમાં ઓટોમોબાઈલ્સ અને મોટરસાઈકલ્સના સૌથી સફળ ઉત્પાદકમાંથી એક છે. બ્રાન્ડસ ઓડી, બેન્ટલી, લેમ્બોર્હિની અને ડુકાની 12 દેશમાં 21 સ્થળે ઉત્પાદન કરે છે. ઓડી અને તેના ભાગીદારો દુનિયાભરની 100થી વધુ બજારમાં મોજુદ છે. 2024માં ઓડી ગ્રુપે 1.7 મિલિયન ઓડી વાહનો, 10,643 બેન્ટલી વાહનો, 10,687 લેમ્બોર્હિની વાહનો અને 54,495 ડુકાની મોટરસાઈકલી ગ્રાહકોને ડિલિવરી કરી હતી. 2023 નાણાકીય વર્ષમાં ઓડી ગ્રુપે 69.9 અબજ પાઉન્ડની કુલ મહેસૂલ અને 6.3 અબજ પાઉન્ડનો સંચાલન નફો હાંસલ કર્યો હતો. વૈશ્વિક સારે 2023માં ઓડી ગ્રુપ માટે 87,000થી વધુ લોકો કામ કરતા હતા અને જર્મનીમાં ઓડી એજી ખાતે 53,000 કામ કરતા હતા. આકર્ષક બ્રાન્ડ્સ, નવા મોડેલો, ઈનોવેટિવ મોબિલિટી ઓફરો અને પથદર્શક સેવાઓ સાથે ગ્રુપ પદ્ધતિસર રીતે સક્ષમ, વ્યક્તિગત, પ્રીમિયમ મોબિલિટીની પ્રદાતા બનવાની દિસામાં તેનો માર્ગ પદ્ધતિસર રીતે કંડારી રહી છે.


 

(12:14 AM IST)