<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ડેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહી.ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી ડેડીયાપાડા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતા આરોપીઓને તથા જીલ્લાના પો.સ્ટે.ના નાસ્તા ફરતા આરોપીઓ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં રહેતા હોય તેવા તમામ આરોપીઓને શોધી કાઢવા કામગીરી કરવા કડક સુચના આપેલ જે અનુસંધાને લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, નાઓ ના સીધા માર્ગદર્શન હેઠળ પી.જે.પંડયા, પોલીસ ઇન્સ્પેકટરનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને ચોક્કસ બાતમી મેળવી ડેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહી. ગુનામાં નાસતા ફરતા આરોપી ગુલાબસિંગ મુળજીભાઇ વસાવા (રહે.બિલવાણ, તા.ઉમરપાડા જી.સુરત) નાઓ છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોય આ આરોપી પોતાના રહેણાંક ઘરે હાજર હોય તેવી હકીકતના આધારે તેના ઘરે જતા આરોપી હાજર મળી આવતા જરૂરી પુછ-પરછ કરતા આ આરોપી ઉપરોક્ત ગુનો કરેલાની કબુલાત કરતો હોય જેથી આરોપીને ડેડીયાપાડા પો.સ્ટે. ખાતે લઈ આવી આ ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:21 AM IST)