<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ચોપડવાવ ગામના પુલ ઉપર મોટરસાઇકલ સ્લીપ થતા એક યુવાનનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ગામના પુલ પર બાઇક સ્લીપ થતાં એકનું મોત થયું હતું જ્યારે અન્યને ઇજાઓ થઇ હતી

   મળતી માહિતી અનુસાર કિશનભાઈ જયસિંગભાઈ, જાતે-કાથુડીયા ( રહે.ભાદોડ,તા.સાગબારા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ વીકીભાઈ માનસિંગભાઈ કાથડીયા (રહે,નાની પરોડી, તા.સાગબારા, જિ. નર્મદા) નાઓએ પોતાના કબ્જાની હિરો હોન્ડા કંપની સીડી ડીલક્ષ મો.સા.રજીસ્ટ્રેશન નંબર GJ-22-D-4750 ની પુરઝડપે હાઈવે રોડ ઉપર હંકારી જઈ તેના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ચોપડવાવ ગામના પુલ ઉપર મો.સા.સ્લીપ થઈ જતાં પોતાને તથા તેની મો.સા.પાછળ બેઠેલા ફરીયાદીના દિકરા આશિષભાઈના આખા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી તથા તેની પાછળ બેઠેલા અન્ય એકને પણ શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી આશિષભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજાવતા સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.


 

(12:22 AM IST)