News of Wednesday, 29th January 2025
બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, રાજપીપળાના સ્કૂલ ઓફ કોમર્સ વિભાગમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે વકૃતત્વ સ્પર્ધા યોજાઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ભગવાન બીરસા મુંડાની 150 મી જન્મ જયંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે તે અનુસંધાને આજ રોજ બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, રાજપીપળાના સ્કૂલ ઓફ કોમર્સ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે વકૃતત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલ ઓફ કોમર્સના બોહળી સંખ્યામાં વિધાર્થીઓએ વકૃતત્વ સ્પર્ધા ભાગ લીધેલ. આ કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડા અને સરસ્વતી માતાની પ્રતિમાને દીપ પ્રાગટ્ય કરી ખૂલો મૂકવામાં આવેલ અને ત્યાર બાદ સ્કૂલ ઓફ કોમર્સ આચાર્ય ડો. મહેશ કુમાર બારડે શાબ્દિક આવકાર સાથે વિધાર્થીઓને ભગવાન બિરસા મુંડા એક સ્વતંત્ર સેનાની અને આદિવાસી સમાજના ઉદ્ધારક તરીકે તેમનુ યોગદાનની વાત કરી હતી.
ત્યાર બાદ વિધાર્થીઓને ભગવાન બિરસા મુંડાની એક નાની ફિલ્મ બતાવવામાં આવેલ અને ત્યાર બાદ સ્કૂલ ઓફ કોમર્સના વિધાર્થીઓએ ‘ભગવાન બિરસા મુંડા જીવન ચરિત્ર’, ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના ઉત્કર્ષમાં યોગદાન’ અને ‘ભગવાન બિરસા મુંડા જીવનમાંથી જીવન જીવવાની શીખામણ’ વિષય પર પોતાની આગવી શૈલીમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં પ્રથમ ક્રમાંકે કલબી અંજુબેન અને ગામિત અરુણીમાં આવેલ હતા. દ્વિતીય ક્રમાંકે રાઠવા નિતલ બેન અને તૃતીય ક્રમાંકે વસાવા ચંદનભાઈ આવેલ હતા.
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડો. ભરતભાઈ પરમાર અને ડો.અતુલ સોંદરવા એ સેવા આપી હતી. સ્કૂલ ઓફ કોમર્સના અધ્યાપકગણ ડો.ભૌતિક પટેલ અને રાજેશ જાલાનો સહયોગ પ્રાપ્ત થયેલ. આ કાર્યક્રમના કોર્ડીનેટર તરીકેની જવાબદારી તૃષાલીબેન ડોડીયા અને દિવ્યાંગસિંહ ચાવડા એ સફળતાપૂર્વક સંભાળેલ હતી. આભાર વિધિ સ્કૂલ ઓફ કોમર્સ આચાર્ય ડો. મહેશકુમાર બારડે કરી હતી અને આવનારા સમયમાં ભગવાન બીરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિતે નિબંધ સ્પર્ધા,પોસ્ટર મેકિંગ અને ,કિવ્ઝ સ્પર્ધા થનગનાટ -2025 જેવા કાર્યક્રમોની ઉજવણી આ જન્મ જયંતી થીમ ઉપર કરવામાં આવશે તેવી જાહેરાત કરેલ હતી.
આ કાર્યક્ર્મની સફળતા બદલ બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકર પાડવી અને કુલસચિવ ડો. વિજયસિંહ વાળા એ વિધાર્થીઑ અને સ્ટાફ ને અભિનંદન આપ્યા હતા. તમામ ભાગ લેનાર વિધાર્થીઑ અને પ્રથમ , દ્રિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ વિધાર્થીઓને કુલપતિ ડો. મધુકર પાડવીના હાથે પ્રમાણપત્ર એનાયત થયા હતા.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
