<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે આગળ, સમગ્ર દેશના કુલ ઉત્‍પાદનમાં ૧૮ ટકા એકલા ગુજરાતમાં: બળવંતસિંહ

નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સીટીમાં શાનદાર સમારંભ

ગાંધીનગર, તા. ર૮ :  નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત ૅબ્રિક્‍સ - યૂથ કાઉન્‍સિલ એન્‍ટરપ્રિન્‍યોરશિપ પ્રિ-કન્‍સલ્‍ટેશનૅનો શુભારંભ સમારોહ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્‍પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્‍લોબલ કાઉન્‍ટર ટેરરિઝમ કાઉન્‍સિલના સંયુક્‍ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્‍યું હતું કે, આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્‍યારે તેમને પ્રોત્‍સાહિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ રાજ્‍યમાં શ્રી  મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે અદ્યતન વ્‍યવસ્‍થાઓ ઉભી કરી હતી. આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને જાય છે.

મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્‍યું હતું કે, આજે ગુજરાત દેશમાં છેલ્લા ૨૦ વર્ષમાં ૩૩ ટકા નિકાસ કરતું રાજ્‍ય બન્‍યું છે. સમગ્ર દેશમાં ૧૮ ટકાથી વધુ ઉત્‍પાદન માત્ર ગુજરાત રાજ્‍ય કરે છે. દેશના જીડીપીમાં રાજ્‍યનો ફાળો અંદાજે ૮.૪ ટકા જેટલો છે. જેના પરિણામે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્‍ય બન્‍યું છે. પ્રધાનમંત્રીશ્રીના અથાગ પ્રયત્‍નો થકી આપણો દેશ અર્થ વ્‍યવસ્‍થામાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.

અંદાજે ૧૨ હજારથી વધુ તથા સમગ્ર દેશમાં અંદાજે ૧ લાખ ૫૦ હજાર કરતાં વધુ સ્‍ટાર્ટ અપ કાર્યરત છે. આજે ગુજરાત યુવાઓને સ્‍ટાર્ટ અપ ક્ષેત્રે પ્રોત્‍સાહિત કરવા માટે અગ્રણી રાજ્‍ય બન્‍યું છે.

NFSUના કુલપતિ ડૉ. જે. એમ. વ્‍યાસે આ પ્રસંગે યુવા ઉદ્યોગ સાહસિકોનો ઉત્‍સાહ વધારતા  પ્રવચન કર્યુ હતું.

GCTC ના કન્‍સલ્‍ટન્‍ટ શ્રી પ્રાજના કુલશ્રેષ્ઠાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.

રીસર્ચ કન્‍સલ્‍ટન્‍ટ ડૉ. પરોમીતા દત્તાએ ઉપસ્‍થિત યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓને BRICSની દેશના વિકાસમાં ભૂમિકા સમજતા ‘બ્રિક્‍સ યૂથ કાઉન્‍સિલ એન્‍ટરપ્રિન્‍યોરશિપ' કાર્યક્રમના મહત્‍વને ઉજાગર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બ્રિકસ યૂથ કાઉન્‍સિલ  સમારોહના પ્રારંભે NFSUના કેમ્‍પસ ડિરેક્‍ટર શ્રી એસ. ઓ. જુનારેએ સૌનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. તેમણે આ એક દિવસીય કાર્યક્રમના મહત્‍વપૂર્ણ ઉદ્દેશ્‍યો જણાવીને સમગ્ર દિવસ દરમિયાન યોજાનાર વિવિધ સત્રો, પેનલ ચર્ચા સહિતના કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. 

આંત્રપ્રિન્‍યોરશિપ ડેવલપમેન્‍ટ ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર જનરલ ડો. સુનિલ શુક્‍લ, GCTCના એક્‍ઝિકયુટિવ કાઉન્‍સિલ મેમ્‍બર શ્રી ઝફર સરેશવાલા સહિત ભારત સરકાર, ગુજરાત સરકાર, GCTCના અધિકારી-કર્મચારીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:32 AM IST)