તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
સરદાર સરોવર નર્મદા નિગમમાં ક્લાસ વન ઇજનેરને તત્કાલ અસરથી ભ્રષ્ટ આચરણ બદલ નિવૃત કરાયા
ક્લાસ વન ઈજનેર એચ,યુ,પટેલ સામે ફરજ પર નશો કરવો, ભ્રષ્ટ આચરણ કરવા જેવા અનેક આરોપો હતા: પ્રાથમિક, ખાતાકીય તપાસમાં પુરવાર થતાં મંગળવારે પ્રિમેચ્યોર SSNL એ રિટાયર્ડમેન્ટનો આદેશ કર્યો

સરદાર સરોવર નર્મદા નિગમમાં ક્લાસ વન ઇજનેરને તત્કાલ અસરથી ભ્રષ્ટ આચરણ બદલ નિવૃત કરાયા છે . આ ક્લાસ વન ઈજનેર સામે ફરજ પર નશો કરવો, ભ્રષ્ટ આચરણ કરવા જેવા અનેક આરોપો હતા. જે પ્રાથમિક, ખાતાકીય તપાસમાં પુરવાર થતાં મંગળવારે પ્રિમેચ્યોર SSNL એ રિટાયર્ડમેન્ટનો આદેશ કર્યો હતો.
SSNL માં ડેપ્યુટેશન પર રહેલા એચ.યુ. પટેલને ફરજિયાત નિવૃત્ત કરવા સંદર્ભે મંગળવારે સવારે નર્મદા, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના જોઈન્ટ સેક્રેટરી ડી. આર. ભમ્મરની સહીથી નોટિફિકેશન પ્રસિદ્ધ થયું હતું. જેમાં ક્લાસ વન ઈજનેરને તત્કાળ અસરથી નિવૃત કર્યાની માહિતી સાથે તપાસને ચાલુ રાખવા આદેશ કરાયો છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ- GAD દ્વારા ગુજરાત સિવિલ સર્વિસ (પેન્શન) રૂલ્સ- 2002 ની હેઠળ તેમજ તેને આધિન 29 મી સપ્ટેમ્બર 2023 ના ઠરાવ પ્રસિદ્ધ કરીને તમામ વિભાગોને ભ્રષ્ટાચાર, ચોરી, ગેરરીતિ, સરકારને શોભે નહીં તેવી વર્તુણકોની ફરિયાદ ધરાવતા દરેક અધિકારી- કર્મચારીઓને ફરજિયાત નિવૃત કરવાની પ્રક્રિયા જાહેર કરી હતી. જેવા જે અધિકારીઓ કે કર્મચારીને ચાર્જ સીટ અપાઈ હોય તે પૈકી 50 કે 55 વર્ષની વયે ઉચ્ચ કક્ષાએ કાર્ય સમીક્ષા કરીને પ્રિમેચ્યોર રિટાયર્ડ કરવાના નિર્ણય લેવા આદેશો ક૨વામાં આવ્યા હતા.
માત્ર સવા વર્ષના સમયમાં જ ક્લાસ વન-ટુ સહિત અત્યાર સુધીમાં 56 થી વધુ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ હેઠળ એક્શન લેવાયા છે. સીધા જ નિવૃત્ત કરી સરકારી સેવામાંથી રૂખસદ અપાઈ છે. SSNL માં ડેપ્યુટેશન ઉપર હોય અને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ હેઠળ કાર્યવાહી થઈ હોય તેવા ઇજનેરોમાં એચ.યુ.પટેલ એ આઠમા અધિકારી છે. અત્યાર સુધીમાં બે કાર્યપાલક ઈજનેર, પાંચ અધિક મદદનીશ ઇજનેર અને એક સુપરિટેન્ડેન્ટ એન્જિનિયર એમ કુલ મળીને આઠ સામે ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી થઈ છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
