તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં : કાલથી બે દિવસ પાર્લામેન્ટની બેઠક યોજાશે
સેન્સ પ્રક્રિયા દરમિયાન આવેલા દાવેદારોના નામ પર કરશે મંથન :મુખ્યમંત્રી , પ્રદેશ અધ્યક્ષ સહિતના વરિષ્ઠ આગેવાનો કરશે ચર્ચા

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્ટિવ બની ગઈ છે. શાસક પક્ષ એવા ભાજપ એક્ટિવ બની ગયું છે. આવતીકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાનાર છે
બે દિવસીય પાર્લામેન્ટની બેઠકમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન આવેલા નામો અંગે મંથન થશે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ટોચના આગેવાનોની ઉપસ્થિતમાં આખરી નામ ફાઇનલ કરવામાં આવશે
ભાજપ દ્વારા 66 નગરપાલિકા તેમજ જૂનાગઢ મહાનગર પાલિકા અને કપડવંજ, ગાંધીનગર અને કઠલાલ એમ ત્રણ તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજવાની છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો માટે 1 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના મંથન માટે નિરીક્ષકો નિયુક્તિ કર્યા હતા જેમાં આગામી યોજનાર 66 નગરપાલિકા માટે એટલે કે પ્રત્યેક નગરપાલિકા વાઇઝ ચાર નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં પ્રત્યેક નગરપાલિકા વાઈઝ પ્રભારી, સહ પ્રભારી, સંયોજક અને સહ સંયોજક નિયુક્તિ કરવામાં આવી હતી
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
