<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મહાકુંભમાં થયેલ નાસભાગની સ્થિતિને લઈ ગુજરાત સરકાર સતર્ક:ગુજરાતનાં તમામ યાત્રિકો સુરક્ષિત

ગુજરાત સરકાર દ્વારા ઉત્તર પ્રદેશનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી શ્રદ્ધાળુઓની વિગત મેળવવા પ્રયાસ: રાહત કમિશ્નર દ્વારા ઉત્તર પ્રદેશનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા શરૂ

અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાંથી તા. 27 જાન્યુઆરીનાં રોજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની પ્રથમ બસ રવાના કરી હતી. ત્યારે ગત રોજ રાત્રીના સુમારે મહાકુંભમાં થયેલ નાસભાગની સ્થિતિને લઈ ગુજરાત સરકાર દ્વારા સતર્કતાનાં ભાગ રૂપે મહાકુંભમાં ગયેલ ગુજરાતનાં યાત્રિકોની વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે. તેમજ રાહત કમિશ્નર દ્વારા ઉત્તર પ્રદેશનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા શરૂ કરી છે

  ગુજરાતનાં યાત્રિકોની વિગતો મેળવવા માટે રાહત કમિશ્નર દ્વારા યુપીનાં વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તેઓએ જણાવ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થયા બાદ વિગતો સામે આવશે. તેમજ વોલ્વો બસમાં ગયેલા યાત્રિકો સુરક્ષિત હોવાની વિગતો મળી રહી છે. તેમજ ખાનગી પ્રવાસ અને અન્ય રીતે ગયેલા પ્રવાસીઓની વિગતો મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. તેમજ કુંભમાં થયેલી નાસભાગમાં ગુજરાતનાં યાત્રિકો સુરક્ષિત હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમજ ગુજરાતથી કુંભમાં ગયેલા યાત્રિકોનાં પરિવારજનો માટે રાહતનાં સમાચાર છે. 

  ગુજરાતવાસીઓ સરળતાથી મહાકુંભના દર્શન કરી શકે તેને લઇ ગુજરાત સરકાર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી હતી. ત્યારે આ બસ સુવિધાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારે 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઇ ગયા હતા. 

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય કર્યો હતો. ગુજરાતથી દરરોજ એક AC વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે. જેમાં 3 રાત્રિ / 4 દિવસનું પેકેજ, પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8,100 છે. અમદાવાદથી પ્રયાગરાજ બસનું બુકિંગ શરૂ થયા બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં 26 ફેબ્રુઆરી સુધી 95 ટકા ટિકિટનું બુકિંગ નોંધાયું છે. ત્યારે તારીખ 27 જાન્યુઆરીથી 7 વાગ્યે ગીતા મંદિર એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એક એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.

(1:15 PM IST)