તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
મૌની અમાસને પગલે વડોદરા કરનાળી સ્થિત કુબેર ભંડારી ખાતે ભક્તોની ભીડ ઉમટી :દર્શન માટે લાંબી કતારો લાગી
મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે આવી પહોંચ્યા :અમાસને લઈને લાખોની સંખ્યામાં ભક્તોએ કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

વડોદરા જિલ્લાના કરનાળી ખાતેના કુબેર ભંડારી દાદાના મંદિર ખાતે આજે મૌની અમાસને લઈને ભક્તોની ભારે ભીડ જામી હતી. કુબેર ભંડારી દાદાના દર્શન માટે લાંબી કતારો લાગી હતી.
આજે મૌની અમાસને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વડોદરા શહેર નજીક આવેલ કરનાડી ખાતેના કુબેર ભંડારી દાદાના મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી. ભગવાન કુબેર ભંડારીના દર્શનને લઈને લાંબી કતારો પણ લાગી હતી. અમાસને લઈને લાખોની સંખ્યામાં ભક્તોએ કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. હિંદુ ધર્મમાં મૌની અમાસનું ખૂબ મહત્વ મનાય આવે છે. આ વર્ષે તે 29 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવી છે. આજના દિવસે લોકો મૌન વ્રત રાખે છે અને સ્નાન અને ધ્યાન કરે છે. જ્યારે સૂર્ય-ચંદ્ર મકર રાશિમાં આવે ત્યારે મૌની અમાસ ઉજવવામાં આવે છે. આ કારણ છે કે આજના દિવસે દાન કરવાથી અનેક ઘણો ફાયદો થાય છે
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
