તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ફેબ્રુઆરીમાં ગરીબ કાર્ડ હોલ્ડરો માટે તુવેરદાળની માત્ર પ૦ ટકા ફાળવણીઃ ગયા મહિને તો આવી જ નહોતી
લાખો NFSA કાર્ડ હોલ્ડરોમાં દેકારોઃ હવે તો ખુલ્લા બજારમાં તુવેરદાળ કિલોએ રૂા. પ૦ સસ્તી થઇ છે પૂરવઠા તંત્ર આવું વારંવાર શા માટે કરે છેઃ દુકાનદારો અને કાર્ડ હોલ્ડરો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાય છે

રાજકોટ તા. ર૯: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજના દ્વારા વખતોવખત ખાંડ નમક તેલ દાળ ચણા જેવી જન્સીઓનુ વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી ૨૦૨૫ ના માસ માટે ૫૦% એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને તુવેરદાળની ફાળવણી કરવામાં આવી છે ૫૦% તુવેરદાળની ફાળવણી એટલે ગુજરાત રાજ્યના અડધો અડધ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશનકાર્ડ ધારકો તુવેર દાળથી વંચિત રહેશે અને અડધા ગ્રાહકો તુવેરદાળ મેળવશે એક પ્રકારે વિષમ પરિસ્થિતિનુ નિર્માણ થશે.
તુવેરદાળ મેળવનારા કાર્ડ હોલ્ડર્સ અને તુવેરદાળ નહીં મેળવનાર કાર્ડ હોલ્ડર્સ વચ્ચે એક પ્રકારે અસમંજસની સ્થીતી સર્જાશે બિલકુલ ન્યાયસંગત ન કહી શકાય એવી આ પ્રકારની ફાળવણી રાજ્ય સરકાર વારંવાર કરે છે આનો ઉદ્દેશ્ય શું હોઈ શકે આની પાછળ શુ તર્ક હોઈ શકે એની સ્પષ્ટતા સરકારે કરવી જોઇએ એક સરખી કેટેગરી ધરાવતા કાર્ડ ધારકો વચ્ચે એક પ્રકારે ભેદભાવ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થતા રાશન વિક્રેતાઓ પણ શંકાના ઘેરાવમા આવે છે, પરીણામે રાશન વિક્રેતાઓ અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ગજગ્રાહ વધે છે ખોટા આક્ષેપો થાય છે અને વ્હાલા દવલાની નીતિના આક્ષેપો થાય છે સરકાર શા માટે કાર્ડ ધારકોમાં આવો ભેદભાવ કરી રહી છે અથવા તો સરકારની એવી તો શું મંછા રહેલી છે કે આ પ્રકારે વિઘટનકારી નીતિ અપનાવે છે કોઈ માસ દરમિયાન તુવેરદાળની ફાળવણી જ ન કરવી કોઈ માસ દરમિયાન તુવેરદાળની ૫૦ ટકા ફાળવણી કરવી અને ઘણી વખત ફાળવણી કર્યા બાદ વેપારી દ્વારા નાણા ભરી આપવામાં આવ્યા હોય છતાં પણ દુકાન સુધી દાળ ન પહોંચવી ફાળવણી કરી હોવી છતાં પણ ગોડાઉન ખાતે પણ જથ્થો ન પહોંચે આવી બધી વિષમતાઓને સરકાર શા માટે નિવારી શકતી નથી શુ એમની પાસે નિતી નથી કે બજેટ નથી કે પછી યોગ્ય કૌશલ્ય ધરાવતો સ્ટાફ નથી કે સુવ્યવસ્થિત માળખુ નથી કે પછી કરોડો રુપીયાનુ આંધણ થાય છે છતા યોગ્ય સંચાલનના અભાવે આવી વિષમતાઓ પેદા થાય છે તેમ સસ્તા અનાજના દુકાનદાર એસો.ના અગ્રણી હિતુભા એ ઉમેર્યું છે.
ગરીબો સુધી એના હક્કનુ અનાજ કઠોળ તેલ ખાંડ નમક વગેરે યોગ્ય માત્રામા નિヘતિ સમયે પહોંચવુ જોઈએ જે નથી થઈ રહ્યુ એ સરકારની નિષ્ફળતા છે જેના લીધે ગરીબ જનતા પીસાય છે અને સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારો ભયંકર માનસિક યાતનાનો ભોગ બને છે આ સમસ્યાનો સ્વતરે નિકાલ થાય અને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભાર્થીને લાભ મળે અને લોકોની હાડમારી ટળે એવી વ્યવસ્થાઓનું નિર્માણ થાય તે ખૂબ જ જરૂરી છે તેમ હિતુભાએ એક યાદીમાં ઉમેર્યું છે.(૭.ર૩)
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
