તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને એનસીપી સક્રિય : ત્રણ દિવસમાં તમામ ઉમેદવારને આપશે મેન્ડેટ
જિલ્લા અને તાલુકા કક્ષાએ કોંગ્રેસની સંકલન સમિતિની બેઠક : કોને મેન્ડેટ આપવો તે નક્કી કરાશે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની જિલ્લા તાલુકા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ મેન્ડેટ આપવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 29 અને 30 તારીખ એમ ત્રણ દિવસ જિલ્લા અને તાલુકા કક્ષાએ સંકલન સમિતિની બેઠક યોજાશે, અને બેઠકમાં કોને મેન્ડેટ આપવો તે નક્કી કરાશે.. આવેલી દરખાસ્ત માંથી કોને મેન્ડેટ આપવો તે જિલ્લા તાલુકા કક્ષાએ નક્કી કરાશે. કારણકે જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉમેદવાર પસંદ કરવા માટેની છૂટ આપવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મેન્ડેટ હશે તે મેન્ડેટની પ્રક્રિયા પ્રદેશ સ્તરે હાથ ધરવામાં આવશે. આ સિવાયના તમામ મેન્ડેટ આવેલ દરખાસ્તના આધારે 30 તારીખ પહેલા આપી દેવામાં આવશે.આ સાથે જ કોંગ્રેસ પક્ષ દ્વારા ગઢબંધન વગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવામાં આવશે. જિલ્લા કે તાલુકા સ્તરેથી કોઈ ગઢબંધન માટે રજૂવાત આવશે તો એ રજુવાતને ધ્યાનમાં રાખીને ગડબંધન કરવું કે નહિ તે નક્કી કરવામાં આવશે.
NCP દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મેન્ડેટ આપવાની કામગીરી શરૂ કરાય છે. NCP દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવો તે નક્કી કરવા માટે 11 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા અત્યાર સુધીમાં તાલુકા પંચાયતની ચૂંટણી માટે 15 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે 8 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે.
NCP દ્વારા મોટાભાગની નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઉમેદવાર રાખવાનું નક્કી કરાવી છે. એટલે બાકીના મેન્ડેટ આપવાની પણ કામગીરી અત્યારે ચાલી રહી છે. આવતીકાલે NCP દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી બંને દ્વારા મેન્ડેટ આપવાની કામગીરી ચાલુ છે, ત્રણ દિવસમાં મોટાભાગના ઉમેદવારને મેન્ડેટ આપી દેવામાં આવશે
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
