<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

મેટ્રોમોનિયલ એપમાં મિત્રતા કેળવી અમદાવાદની સોફ્ટવેર ડેવલોપર યુવતી સાથે લાખોની છેતરપિંડી

શબાનાને મેટ્રિમોનિયલ સાઇટ પર રેહાન રહેમાન સૈયદ નામના યુવકની પ્રોફાઇલ ગમી અને બંનેએ ચેટિંગ શરૂ કર્યં:નંબરની આપલે કરી:રેહાને અમેરિકામાં રહેતો હોવાનું અને સાઉથ આફ્રિકામાં પોતાને સોનાની ખાણ હોવાનું જણાવ્યું

અમદાવાદના વેજલપુરમાં રહેતી એક સોફ્ટવેર ડેવલપર યુવતી લગ્ન માટે મેટ્રિમોનિયલ વેબસાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અહીં, તેને એક યુવક ગમ્યો, પરંતુ તે યુવકે, છોકરીનો વિશ્વાસ મેળવ્યા પછી, તેની સાથે 13.20  લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. યુવક દ્વારા કરવામાં આવેલી નાણાકીય છેતરપિંડીનો અહેસાસ થયા બાદ, યુવતીએ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી હતી

 

સરખેજ વિસ્તારમાં રહેતી યુવતી સિનિયર સોફ્ટવેર ડેવલપર છે. ગત સપ્ટેમ્બરમાં શબાનાને મેટ્રિમોનિયલ સાઇટ પર રેહાન રહેમાન સૈયદ નામના યુવકની પ્રોફાઇલ ગમી હતી અને બંનેએ ચેટિંગ શરૂ કર્યં હતું. થોડા દિવસ બાદ નંબરની આપલે કરી હતી, જેમાં રેહાને અમેરિકામાં રહેતો હોવાનું અને સાઉથ આફ્રિકામાં પોતાને સોનાની ખાણ હોવાનું કહ્યું હતું. થોડા દિવસ પછી રેહાને તેના પિતા રહેમાન સાથે વાત કરાવી વિશ્વાસ કેળવ્યો હતો. છોકરીના જન્મદિવસ પર રેહાને ઓનલાઈન ગિફ્ટ પોર્ટલ દ્વારા ગુલદસ્તો પણ મોકલ્યો હતો.  

 

ઓક્ટોબર 2024માં રેહાને યુવતીને કહ્યું હતું કે, ભારતમાં ગ્રાહકને 5 લાખનું પેમેન્ટ આપવાનું છે. આથી શબાનાએ તેને 5 લાખ ટ્રાન્સફર કર્યા હતા. થોડા દિવસ બાદ શબાનાએ પૈસા પાછા માગતા રેહાને કહ્યું હતું કે, પૈસા ટ્રાન્સફર કરી દીધા છે, પરંતુ શબાનાના ખાતામાં પૈસા આવ્યા ન હતા. આથી શબાનાએ પૈસા માગતા રેહાને કહ્યું હતું કે, બેંકે આ ટ્રાન્ઝેક્શન હોલ્ડ કરી દીધું છે. થોડા દિવસમાં આવી જશે. નવેમ્બર 2024માં રેહાને એક્સિડન્ટ થયો હોવાનું અને કન્સાઇન્મેન્ટ અટવાતાં પૈસાની જરૂર હોવાનું કહી શબાના પાસેથી ટુકડે ટુકડે બીજા 8.20 લાખ મેળવ્યા હતા. જ્યારે 1 જાન્યુઆરીએ ભારત આવી રહ્યો હોવાનું કહીને 3 મહિના ચંડીગઢ રોકાવાનો હોવાનું કહ્યું હતું. શબાનાએ ચંડીગઢનું સરનામું માગતા તેણે પોતાના ગલ્લાતલ્લા કરી વાત કરવાનું બંધ કરી દીધું હતું, જેથી શબાનાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(9:18 PM IST)