તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
સાત વર્ષ પહેલાં મૃત્યુ પામેલ પત્નીના વિરહમાં પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો
ડેડિયાપાડા તાલુકાના સામરપાડા(સિધ્ધી) ગામની ઘટનામાં પતિએ આ પગલું ભરતા અરેરટી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સામરપાડા(સિધ્ધી) ગામમાં બનેલી ઘટનામાં પત્નીના વિરહમાં પતિએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું
મળતી માહિતી અનુસાર મરનાર શંકરભાઇ પ્રથમભાઇ વસાવા (ઉ.વ.૬૦) ( રહે.સામરપાડા (સીધ્ધી) તા દેડીયાપાડા જી.નર્મદા )નાઓની પત્ની સાત વર્ષ પહેલા મૃત્યુ પામી હોય હાલ તેઓ એકલા રહેતા હતા જેથી તેના ટેન્સનમા આવી સામરપાડા (સીધ્ધી) ગામે પોતાની જાતે ઝેરી દવા પી જતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમા સારવાર માટે સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે લઈ આવી દાખલ કરેલ અને વધુ સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતા ત્યાથી તા.૨૮/૦૧/ ૨૦૨૫ ના રોજ સારવાર દરમ્યાન ફરજ ઉપરના ડોકટરે તેમને મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
