<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના નાના પુત્રના શુક્રવારે શુભલગ્નઃ પાંચ દિવસ પહેલાથી જ વિધિઓ શરૂ

વાનારસમની વિધિમાં મોરારીબાપુએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા:પીએમ મોદીએ પત્ર દ્વારા નવદંપતીના સુખી અને સમદ્ધ જીવનની શુભેચ્છા આપી

જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજ આતા આહીરના લગ્ન નિધાર્યા છે. જયરાજ આહીરના લગ્ન 31 જાન્યુઆરીએ થશે. ત્યારે લગ્નના પાંચ દિવસ પહેલાથી જ માયાભાઈના આંગણે વિધિઓ શરૂ થઈ ગઈ છે.

26 જાન્યુઆરીએ જયરાજ આહીરના લગ્ન પ્રસંગ નિમિતે વાનારસમની વિધિ થઈ હતી. વાનારસમ એટલે કે જેના નવા નવા લગ્ન થઈ રહ્યા હોય તે વરરાજા ને પોતાના સગા સબંધી જમવા માટે બોલાવે એને વાનરસમ કહેવાય.

જયરાજ આતાના લગ્ન જામનગર જિલ્લાના આહીર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગીરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે થઈ રહ્યાં છે. ત્યારે 26 જાન્યુઆરીએ યોજાયેલી વાનારસમની વિધિમાં મોરારીબાપુએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પત્ર દ્વારા નવદંપતીના સુખી અને સમદ્ધ જીવનની શુભેચ્છા આપી.

જયરાજ આતા ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે. તેમજ સામાજીક કાર્યકર્તા છે. તેઓએ કોરોના કાળ દરમિયાન ઘણી લોક સેવા કરી હતી. 31 તારીખે આ શાહી લગ્ન લાઠી મુકામે યોજાશે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો, રાજકીય આગેવાનો આવશે.

(10:18 PM IST)