તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 30th January 2025
વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ રોડ પર બે વાહનચાલકો બાખડયા
છુટા હાથની મારામારી થતા ફિલ્મી સ્ટાઇલ જેવા દ્રશ્યો જોવા અન્ય વાહન ચાલકો પણ પોતાના વાહનો થોભાવી રોકાઈ જતા ટ્રાફિકજામ થયો

વડોદરામાં બે વાહનચાલકો સામાન્ય બાબતે રોડ પર ઉતરી આવ્યા હતા.છુટા હાથની મારામારી થતા ફિલ્મી સ્ટાઇલ જેવા દ્રશ્યો જોવા અન્ય વાહન ચાલકો પણ પોતાના વાહનો થોભાવી રોકાઈ જતા ટ્રાફિકજામ થયો હતો. બીજી તરફ પોલીસ પણ આ દ્રશ્યો જોઈ રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.
વડોદરા લક્ષ્મીવિલાસ પેલેસ રોડ પર 2 વાહન ચાલકો સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બાખડયા અને જાહેરમાં છુટ્ટા હાથની મારામારી કરતા મામલો બીચકયો હતો.બનાવને પગલે પ્રથમ એક મહિલા પોલીસ કર્મી દોડી આવ્યા અને બાદમાં ટ્રાફિક પોલીસ આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના ગેટ સામેના રોડ પર કાર ચાલક અને મોપેડ ચાલક વચ્ચે બોલાચાલી થઈ બાદમાં રોષે ભરાયેલા એક યુવકે બીજા યુવક પર મુક્કાબાજી કરતા પસાર થતા અન્ય વાહનચાલકો પણ આ જાહેરમાં થઈ રહેલી મારામારી જોવા રોકાઈ ગયા, જેના કારણે ટ્રાફિકજામ થયો હતો. પોલીસની હાજરીમાં જ મારામારી થતા ચર્ચાનો વિષય બન્યો હતો. જાહેરમાં મારામારી થતા માત્ર એક મહિલા પોલીસ કર્મચારી દોડી આવ્યા હતા અને બીજા કર્મીઓ શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા. આખરે પોલીસે બાદમાં બંનેને છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
