<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ગાંધીનગર સાયબર ક્રાઇમે ઓનલાઈન છેતરપિંડી કરતા કોલ સેન્ટરના પાંચ લોકોને મુંબઈથી ઝડપી પાડ્યાં

સાયબર ક્રાઇમે આરોપી પાસેથી 13 મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ 4 અને મોબાઈલ નંબરના લિસ્ટ કબજે કર્યું

ગાંધીનગર સાયબર ક્રાઇમે, ઓનલાઈન છેતરપિંડી કરતા કોલ સેન્ટરના પાંચ લોકોને મુંબઈથી ઝડપી પાડ્યાં છે.  સાયબર ક્રાઇમે અગાઉ દાખલ થયેલ ગુનાનો એનાલિસિસ કરી મુંબઈ ખાતેથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઇમે 5 સભ્યોની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. ભોગ બનનારને વિશ્વાસમાં લઈને છેતરપિંડીને અંજામ આપતા હતા. સાયબર ક્રાઇમે આરોપી પાસેથી 13 મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ 4 અને મોબાઈલ નંબરના લિસ્ટ કબજે કર્યું છે.


 

(12:31 AM IST)