<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

અમદાવાદના હાથીજણ પાસે વાંચ ગામમાં ફટાકડા બનાવતી ફેકટરીમાં આગ લાગી

ફાયર બ્રિગેડની ચાર વાહનો આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોચી

અમદાવાદના હાથીજણ પાસે વાંચ ગામમાં ફટાકડા બનાવતી ફેકટરીમાં આગ લાગી છે. વાંચ ગામમાં ફટાકડાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. આગ લાગ્યાની જાણ થતા જ, ફાયર બ્રિગેડની ચાર વાહનો આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોચી ગયા છે. ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહ્યાં છે. જો કે અત્યાર સુધીમાં આગને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.

(12:33 AM IST)