તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
રવિવારથી અમદાવાદના ઈન્કમટેક્સ અંડરબ્રિજનો એક સાઈડ રોડ 10 દિવસ સુધી રહેશે બંધ : જાણો ડાયવર્ટ કરાયેલા રૂટ
અંડરબ્રિજથી રોજ 2 લાખ વાહનચાલકો પસાર થાય છે. એક સાઈડનું કામ પૂરું થયા પછી બીજી સાઈડનો રોડ બંધ કરવામાં આવશે

અમદાવાદ :ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની RCCની દીવાલને નુકસાન થયું છે. તેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજની એક તરફનો રોડ બંધ કરાશે. આ અંડરબ્રિજથી રોજ 2 લાખ વાહનચાલકો પસાર થાય છે. એક સાઈડનું કામ પૂરું થયા પછી બીજી સાઈડનો રોડ બંધ કરવામાં આવશે.
ડાયવર્ટ કરાયેલા રૂટ: ઉસ્માનપુરા અંડરબ્રિજથી સ્ટેડિયમ પોંચ રસ્તા ખૂબજ સાંકડો રસ્તો છે. આ સ્થળે ટ્રાફિક જામ થવાની શક્યતા છે. ઉસ્માનપુરા અંડરબ્રિજથી સીજી રોડ જવું હોય તો વાહનચાલકે દોઢથી બે કિલોમીટર જેટલું ફરવું પડશે
નવરંગપુરા ક્રોસિંગ ઈન્કમટેક્સ અંડરબ્રિજમાંથી ના જવું હોય તો નવરંગપુરા ક્રોસિંગ થઈ જઈ શકાશે. સામાન્ય સંજોગોમાં પણ મીઠાખળી તરફથી અને સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતો ટ્રાફિક તેમજ સામે ટાઈમ્સ ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકને કારણે કેટલીક વખત જામના દશ્યો સર્જાય છે.
નવજીવન પ્રેસ પાસેનો અંડરપાસ નવજીવન પ્રેસ પાસે રેલવેનો સાંકડો અંડરપાસ છે. વાહનચાલકો એ રોડ ઉપયોગ કરે તો ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, આ રોડ પણ ખૂબ જ સાંકડો છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
