<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

પ્રજાસતાક પર્વની રાષ્‍ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્‍લોની હેટ્રીક

‘આનર્તપુર થી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસનો અદભુત સંગમ' વિષય પરનો ટેબ્‍લો વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી'ના અભિગમને પ્રસ્‍તુત કરવામાં અગ્રેસર બન્‍યોઃ ટેબ્‍લોના કલાકારોની સાંસ્‍કૃતિક નૃત્‍ય સ્‍પર્ધામાં પણ ગુજરાતનો મણિયારો રાસ ત્રીજા ક્રમેઃ નરેન્‍દ્રભાઇ મોદી અને ભુપેન્‍દ્રભાઇ પટેલે મત આપનારા નાગરિકોને અભિનંદન પાઠવ્‍યા

અમદાવાદ તા.૩૦: ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્‍ટ્રીય પરેડમાં નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ ઉપર પ્રસ્‍તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્‍લો ‘‘આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ''ને પોપ્‍યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે.

ગુજરાતના ટેબ્‍લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્‍યુલર ચોઇસનું પ્રથમ સ્‍થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્‍લો પોપ્‍યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્‍થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિધ્‍ધિ અંગે ગુજરાતના સૌ નાગરીકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને  આભાર વ્‍યક્‍ત કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘‘વિરાસત ભી, વિકાસ ભી''નો જે મંત્ર આપ્‍યો છે તેને ગુજરાત જનભાગીદારીથી  સાકાર કરી રહ્યું છે અને ભવિષ્‍યમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્‍યકત કર્યો હતો. ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્‍ટ્રીય પરેડમાં નવી દિલ્‍હી ખાતે કર્તવ્‍ય પથ પર વિવિધ રાજ્‍યો અને સરકારના વિભાગોના ૩૧ ટેબ્‍લોઝ રજૂ કરવામાં આવ્‍યા હતા. ગુજરાત રાજ્‍યના માહિતી વિભાગે પ્રસ્‍તુત કરેલા ટેબ્‍લોમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તે વિકાસ ગાથા પ્રાચીન વિરાસતની ઝાંખી સાથે પ્રસ્‍તુત થઈ હતી.

ગુજરાતની ઝાંખીના ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ'થી લઈને ૨૧મી સદીની અજાયબી સ્‍વરૂપ ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી'ના સાંસ્‍કળતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્‍યુફેક્‍ચરીંગ ક્ષેત્રે રાજ્‍યની ‘આત્‍મનિર્ભરતા'ના વિવિધ વિકાસના પ્રકલ્‍પો સી-૨૯૫ એરક્રાફ્‌ટ ઉત્‍પાદન યુનીટ, સેમી કન્‍ડક્‍ટર ચીપ અને તેના આનુષંગીક ઉપકરણો તથા અટલ બ્રિજ વગેરનું  બખૂબી નિદર્શન કરવામાં આવ્‍યું હતું.રાજ્‍યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળમાં વડનગર સ્‍થિત ૧૨મી સદીનું રાજ્‍યના સાંસ્‍કળતિક પ્રવેશદ્વાર સમું ‘કિર્તી તોરણ' તો છેડે ૨૧મી સદીની શાન સમી ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી'ને દર્શાવવામાં આવી હતી.ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્‍તુ અર્વાચીન દુહાના તાલે રાજ્‍યનો જોમવંતો ‘મણિયારો' રાસ જીવંત નળત્‍ય સાથે દર્શાવવામાં આવ્‍યો હતો. ગુજરાતની પારંપારીક લોક સંસ્‍કળતિના મેરૂ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્‍યોના ટેબ્‍લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્‍કળતિક કાર્યક્રમની કળતિઓની સ્‍પર્ધામાં પણ ત્રીજું સ્‍થાન મળ્‍યું છે.

આ સમગ્ર પ્રસ્‍તુતિ અને ઝાંખીએ પરેડમાં સૌના મન મોહી લીધા હતા અને આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા.(૨.૧૬)

(2:23 PM IST)