તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
અમદાવાદના વાડજ વિસ્તારની ચાંપાનેર સોસાયટીમાં કિન્નરોએ આંતક મચાવીને તોડફોડ કરી
હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડ :કિન્નરોએ કરેલી તોડફોડની ઘટના CCTV કેમેરામાં કેદ:અગાઉની જૂની અદાવતને લઈને તોડફોડ કરાઈ

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટીમાં કિન્નરોએ આંતક મચાવીને તોડફોડ કરી હતી. હથોડી, લાકડી અને હથિયાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. કિન્નરોએ કરેલી તોડફોડની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
યજમાન વૃત્તિ અને અગાઉના ઝઘડાની અદાવતમાં કિન્નરોની વચ્ચે અદાવત ચાલી રહી હતી. અદાવતને લઈને તોડફોડ કરાઈ હોવાનું સામે આવ્યું છે. વાડજ પોલીસ મથકે, તોડફોડ કરનારા કિન્નરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વાડજ પોલીસે ગુનો નોંધીને તોડફોડ કરનારા 11 કિન્નરોની અટકાયત કરી છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
