તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
વિરમગામ હાઇવે પાસેથી ઘરેલુ સિલેન્ડરમાંથી ગેસ ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશ :પાંચ આરોપીની ધરપકડ
વિરમગામ હાઇ વે પર આવેલી નટરાજ કંપનીના સામે ખુલ્લી જગ્યામાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે 5 આરોપીઓને પોલીસે ઝડપ્યા

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ હાઇવે પાસે ગેસ સિલિન્ડરમાંથી ગેસ રિફીલિંગ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. વિરમગામ હાઇ વે પર આવેલી નટરાજ કંપનીના સામે ખુલ્લી જગ્યામાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે 5 આરોપીઓને પોલીસે ઝડપ્યા છે.
પ્રાથમિક માહીતી મુજબ ઝડપાયેલા આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગ કરીને ખાલી સિલિન્ડરમાં રિફીલીંગ કરી બારોબાર વેચી દેનાર 5 આરોપીઓની સાણંદ પોલીસે ધરપકડ કરી છે. વિરમગામ હાઇવે પર આવેલ નટરાજ કંપની સામે ખુલ્લી જગ્યામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીની બાતમી સાણંદ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા એક ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફીલીંગ કરતા આરોપીઓ રંગેહાથ ઝડપાયા હતા.
આરોપી પાસેથી અલગ-અલગ 100થી વધુ ગેસના સિલિન્ડર સહિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવાના આવ્યા છે. આ મામલે સાણંદ પોલીસે પહેલાદ પરમાર, મિથુન રાવલ, રામનિવાસ બીસનોઇ, મનીષ ,વિષ્ણુ કૃષ્ણ પ્રસાદ નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે..
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
