<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

AMCએ ખૂદ નથી ભર્યો ૧.૧૫ કરોડનો વેરો, સાત વર્ષનો પ્રોપર્ટી ટેક્સ બાકી

'ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે' એવો ઘાટ સર્જાયો છેઃપોતે છેલ્લા સાત વર્ષથી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી આ વેરાની રકમ કરોડોમાં પહોંચી ગઇ છે

અમદાવાદ, તા.૩૦

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે બાકી વેરાને લઇને કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કોઇ સામાન્ય નાગરિકનો વેરો બાકી હોય ત્યારે ઢોલ-નગારા સાથે આખી ટીમ મેદાને ઉતરી જાય છે. પરંતુ અત્યારે 'ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે' એવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (એ.એમ.સી.) પોતે છેલ્લા સાત વર્ષથી  રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. આ વેરાની રકમ કરોડોમાં પહોંચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા સાત વર્ષથી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. જેને લઇને જીંજર ગ્રામ પંચાયતે વારંવાર એ.એમ.સી.ને નોટીસ ફટકારી છે. છતાં નઠોર તંત્ર દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી છે.

વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં ૧૫,૩૫, ૨૫૦, જ્યારે ૨૦૧૯-૨૦૨૦માં ૧૫, ૩૫, ૨૫૦, ૨૦૨૦-૨૦૨૧માં ૧૬, ૮૮,૭૫૦, વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ૧૬,૮૮,૭૫૦, વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ૧૬,૮૮,૭૫૦, વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૧૬,૮૮,૭૫૦ જ્યારે વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૧૬,૮૮,૭૫૦ એમ કુલ સાત વર્ષમાં ૧,૧૫,૧૪,૨૫૦? કરોડનો પ્રોપર્ટી ટેક્સ જીંજર ગ્રામ પંચાયતને ચૂકવ્યો જ નથી.

(10:12 PM IST)