તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st January 2025
સુરત પોલીસને મોટી સફળતા: છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી આરત દિવાકર બિશ્નોઇ ઝડપાયો
આરોપીએ વર્ષ 1994માં રુમ પાર્ટનરની હત્યા કરી હતી:હત્યામાં આરોપીના 3 મિત્રો પણ સામેલ હતા

સુરત પોલીસને મોટી એક સફળતા મળી છે. છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે. સુરતના પુણા ગામની આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ 1994માં રુમ પાર્ટનરની હત્યા કરી હતી. હત્યામાં આરોપીના 3 મિત્રો પણ સામેલ હતા. રુમ પાર્ટનર સાથે કોઈ બાબતે ઝઘડો થતા હત્યા કરી હતી.
વરાછા પોલીસ મથકે ગુનો નોધાયો હોવાથી પોલીસે તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે વર્ષ 2021 અને 2022માં અન્ય 2 આરોપી પકડાયા હતા. જેમાંથી એકનું કુદરતી રીતે મોત થયું હતું. ત્યારે હવે આરોપી આરત દિવાકર બિશ્નોઇની ધરપકડ કરાઇ છે. પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
