News of Saturday, 1st February 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ.ખંભાત અને પાદરામાં600 રૂપિયા સુધી બોલાયો; જાણો 18 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 15,646.65 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 15,646.65 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 425 રૂ. અને નીચો ભાવ 120 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 600 રૂ., બીલીમોરામાં 560 રૂ., દાહોદમાં 540 રૂ., ભુજમાં 500 રૂ., મહુવામાં 470 રૂ., ભાવનગરમાં 466 રૂ., ગોંડલમાં 461 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 15,646.65 ટન ડુંગળીની આવક થઇ છે.


(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
