<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

પંચમહાલ જિલ્લામાં શહેરાના મંગલીયાણામાં તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો

પેટા ચૂંટણીના અંતિમ દિવસે ભાજપ અને આપ પાર્ટીના ઉમેદવાર પત્ર ભર્યા

પંચમહાલ જિલ્લામાં શહેરાના મંગલીયાણામાં તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. મંગલીયાણા તાલુકા પંચાયત બેઠકની પેટા ચુટણીને લઈને રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આ બેઠક માટે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે જેમાં ભાજપ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારો એ ઉમેદવારી પત્ર ભર્યા છે.

  ભાજપમાંથી દેવેન્દ્ર કુમાર, વિજય સિંહ પગી મેન્ડેટના નામનો મેન્ડેટ આવતા ઉમેદવારી નોંધાવી હતી. પેટા ચૂંટણીના અંતિમ દિવસે ભાજપ અને આપ પાર્ટીના ઉમેદવાર પત્ર ભર્યા હતા.


 

(10:05 PM IST)