<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

વડોદરા પંથકમાં ભાજપમાં મોટો કડાકો: સંખ્યાબંધ હોદ્દેદારો સહિત ૨૦૦૦ કાર્યકરો આપમાં જોડાઈ ગયા: ગોપાલ ઇટાલીયા

રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન ૧૬ ફેબ્રુઆરીના દિવસે યોજાઈ રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલની આપ આપ પાર્ટીએ ભાજપમાં આજે વિસ્ફોટ સર્જ્યો છે અને  વડોદરાના કરજણમાં ભાજપના અનેક મુખ્ય પદાધિકારીઓ આમ આદમી પાર્ટી (આપ)માં જોડાઈ ગયા છે.

આપના ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, 'કરજણ નગરપાલિકાના ભાજપના વર્તમાન પ્રમુખ મીનાબહેન ચાવડા, ઉપપ્રમુખ ભરતસિંહ અટાલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વનરાજસિંહ રાઓલજી, વિરોધપક્ષના નેતા દિગ્વિજયસિંહ અટોદરિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન કાઉન્સિલર મહંમદ સાંધી, સામાજિક ન્યાય સમિતિના વર્તમાન ચેરમેન પ્રકાશભાઈ પરમાર, દસ વર્તમાન કોર્પોરેટરો સહિત ભાજપના બે હજાર કાર્યકર્તાઓ, પદાધિકારીઓ આપમાં જોડાયા છે'

(10:17 PM IST)