<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

આ..લે...લે ...સોમનાથના ધારાસભ્યને હવે નગર સેવક બનવુ છે: વિમલ ચુડાસમા અને તેમના પત્નીએ ઉમેદવારી નોંધાવી

ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યએ વોર્ડ નંબર 3 પરથી અને તેમની ધર્મપત્ની જલપાબેન ચૂડાસમાએ વોર્ડ નંબર 4 પરથી ઉમેદવારી નોંધાવી

ગીર સોમનાથ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન અનેક બેઠકો પર ટિકિટોને લઈને વિવાદ પણ સામે આવ્યો છે. ત્યારે ગઈકાલે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઝંપલાવ્યું છે. 

જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ ગઇકાલ સુધી ફોર્મ ભરવામાં આવતા હતા. આ દરમિયાન ગઈકાલે 1 ફેબ્રુઆરીના ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 3 પરથી અને તેમની ધર્મપત્ની જલપાબેન ચૂડાસમાએ વોર્ડ નંબર 4 પરથી ઉમેદવારી નોંધાવી છે. 

(1:01 PM IST)