News of Sunday, 2nd February 2025
બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે કોંગ્રેસ માત્ર 14, આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુઃ જયારે ભાજપની જીત, વલસાડમાં પ તો બોટાદમાં ૪ ઉમેદવાર બિનહરીફ
સરકારના દબાણને કારણે પાર્ટીને પૂરતા ઉમેદવારો મળ્યા નથીઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરેનો આરોપઃ કોંગ્રેસે મતદાન પહેલાં જ હારનો સ્વીકાર કર્યો

બોટાદઃ બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ બિનહરીફ જાહેર થઈ છે જે મામલે ભાજપ અને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વિપક્ષોને પૂરતા ઉમેદવારો મળવામાં મુશ્કેલી પડી રહી છે. બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે કોંગ્રેસ માત્ર 14 ઉમેદવારો જ ઊભા કરી શકી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. ભાજપના ચૂંટણી સંયોજક ભીખુભા વાઘેલાએ નગરપાલિકામાં ભાજપની જીત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તો બીજી તરફ કોંગ્રેસે મતદાન પહેલાં જ હારનો સ્વીકાર કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે આરોપ મૂક્યો છે કે સરકારના દબાણને કારણે પાર્ટીને પૂરતા ઉમેદવારો મળ્યા નથી. તેમણે જણાવ્યું કે વર્ષોથી બોટાદ નગરપાલિકા પર ભાજપનું શાસન રહ્યું છે, પરંતુ કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા મજબૂતાઈથી નિભાવશે.
આ ચૂંટણીમાં ભાજપની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે, જ્યારે વિપક્ષો ઉમેદવારોની શોધમાં પડકારોનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર 7માં બિનહરીફ વિજય ભાજપની મજબૂત સ્થિતિનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
