<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

રાજ્યમાં ફરી માવઠાની આગાહી : કાલથી રાજ્યના અમુક ભાગમાં વરસાદી છાંટા પડવાની અને ઠંડીની શકયતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીની શકયતા

અમદાવાદ: 

રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 3, 4 અને 5 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગમાં છાંટા થવાની શક્યતા છે. 

   

રાજ્યમાં અગાઉ માવઠાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ સિસ્ટમ નબળી પડતાં રા્જય પરથી માવઠાનું સંકટ ટળી ગયું હતું. જ્યારે આજે ફરીથી હવામાન નિષ્માંત અંબાલાલ પટેલે રાજ્યના અમુક ભાગમાં વરસાદી છાંટા પડવાની અને ઠંડીની આગાહી કરી છે. 

 

ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભવિત અસરના ભાગરૂપે માવઠાની આગાહી કરવામાં આવી હતી. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતાં માવઠાની શક્યતા નહીંવત થઇ હતી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી 3, 4 અને 5 ફેબ્રુઆરીના રોજ વરસાદી છાંટા પડવાની આગાહી કરી છે. 

 

(3:15 PM IST)