તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો સંચાલકો નોંધણી નહી કરાવે : શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી
પ્રિ સ્કૂલ માટે 15 વર્ષના ભાડા કરારને કારણે 6 ટકાને બદલે 12 ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. પ્રિ સ્કૂલ રજીસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજીસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો છે

ગાંધીનગર : રાજ્ય સરકારને શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને ચીમકી આપતા કહ્યું છે કે, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો સંચાલકો નોંધણી નહી કરાવે. પ્રિ સ્કૂલ માટે 15 વર્ષના ભાડા કરારને કારણે 6 ટકાને બદલે 12 ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. પ્રિ સ્કૂલ રજીસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજીસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો છે. 1 જાન્યુઆરીએ શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી સાથે આ અંગે બેઠક યોજી હતી.
બેઠકના એક મહિના બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જો આગામી 15 દિવસમાં નિર્ણય નહી આવે તો અમે નોંધણી વિના જ પ્રિસ્કૂલ ચલાવીશું તેવુ સંચાલક મંડળે જણાવ્યું છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
