તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
બનાસકાંઠાના દિયોદરમાં મોડી રાત્રે ઇન્ડો ફોર્મના નવા ત્રણ ટ્રેકટરની ચોરી
દિયોદરના જેતડા ત્રણ રસ્તા નજીક હાઇવે પર આવેલ રામાઘણી ઓથોરિસેડ ડીલરમાંથી ટ્રેક્ટર ચોરાયા: ઇન્ડોફોર્મ કંપનીના ત્રણ ટ્રેકટર ચોરી કરી તસ્કરો પલાયન

બનાસકાંઠાના દિયોદરમાં નવા ત્રણ ટ્રેક્ટરોની ચોરીની ઘટના ઘટી છે. દિયોદરના જેતડા ત્રણ રસ્તા નજીક હાઇવે પર આવેલ રામાઘણી ઓથોરિસેડ ડીલરમાંથી ટ્રેક્ટર ચોરાયા છે.
અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે ઇન્ડો ફોર્મના નવા ત્રણ ટ્રેકટરની ચોરી કરી છે. અજાણ્યા શખ્સસો ઇન્ડોફોર્મ કંપનીના ત્રણ ટ્રેકટર ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ટ્રેક્ટર શોરૂમમાં સીસીટીવીનો અભાવ હોવાનો ગેરફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો. ટ્રેક્ટર એજન્સીના માલિકે દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
