તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
ભાજપમાં આંતરિક અસંતોષનો ભડકો :ડેમેજકંટ્રોલ માટે સિનિયર નેતાઓને મેદાને ઉતારવા કવાયત
નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયાં બાદ ભાજપમાં બળવા જેવી પરિસ્થિતી

અમદાવાદ : રાજ્યની નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયાં બાદ ભાજપમાં બળવા જેવી પરિસ્થિતી પરિણમી છે. ટીકીટ ન મળતાં ભાજપના દાવેદારોએ પક્ષની વંડી ઠેકીને પક્ષપલટો કર્યો છે તો કેટલાંક નેતાઓએ કેરસિયો ખેસ ઉતારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે
ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યુ હતું. ટીકીટ ન મળતાં અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી. મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે તે દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
ભાજપના નેતાઓ અસંતુષ્ટોને મનાવી ફોર્મ પરત ખેંચાવવામાં કેટલાં સફળ રહે છે તે જોવુ રહ્યું. અત્યારે તો ભાજપે ડેમેજકંટ્રોલ માટે સિનિયર નેતાઓને મેદાને ઉતારવા નક્કી કર્યુ છે. હાલ જે ભાજપમાં આંતરિક અસંતોષનો ભડકો થયો છે તે જોતાં પાલિકા-પંચાયતની ચૂંટણી પર ચોક્કસ અસર થશે તે નક્કી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
