<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડશે : ઠંડા પવનો ફુંકાશે : લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે: હવામાન વિભાગની આગાહી

આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો આવશે ; અમદાવાદમાં આવતીકાલે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી બે દિવસ બાદ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી સામાન્ય રીતે શુષ્ક હવામાન રહેશે. લઘુત્તમ તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. અમુક વિસ્તારોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં આવતીકાલે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 31.8 ડિગ્રી, મહુવામાં 30.4, રાજકોટમાં 30.3, નલિયામાં 30.2, વડોદરામાં 30, અમદાવાદમાં 29.8, અમરેલીમાં 29.8, સુરેન્દ્રનગરમાં 29.8, પોરબંદરમાં 29.5, ડીસામાં 29.1, કેશોદમાં 28.6, ભુજમાં 28.4, વલ્લભ વિદ્યાનગરમાં 28.3 દ્વારકામાં 28.3, કંડલા પોર્ટમાં 28, ભાવનગરમાં 27.9, ગાંધીનગરમાં 27.8, વેરાવળમાં 27.8, ઓખામાં 26.4 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8.8 ડિગ્રી, ડીસામાં 10.8, કેશોદમાં 11.1, ગાંધીનગરમાં 11.5, અમદાવાદમાં 12, રાજકોટમાં 12.3, મહુવામાં 13.1, પોરબંદરમાં 13.3, ભુજમાં 13.4, વડોદરામાં 13.6, સુરેન્દ્રનગરમાં 13.6, અમરેલીમાં 14.3, કંડલા પોર્ટમાં 14.8, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, ભાવનગરમાં 15.2, વેરાવળમાં 15.9, સુરતમાં 16.6, દ્વારકામાં 16.7, ઓખામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(8:04 PM IST)