<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ગુજરાતમાં પાંચ નવી રેલ કૉચ રેસ્ટોરન્ટ શરૂ કરાશે : ઈન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ફૂડ વિકલ્પો હશે

આ રેલ કૉચ રેસ્ટોરન્ટ મુસાફરો અને શહેરની આસપાસના વિસ્તારમાં રહીશો રહેવાસીઓ માટે ૨૪ કલાક કાર્યરત રહેશે.

અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં પાંચ નવી રેલ કૉચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે અને અમદાવાદ રેલવે ડિવિઝન મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવિઝન સાબરમતી, આંબલી રોડ, મહેસાણા, ભુજ અને ગાંધીધામ સ્ટેશન પર આ રેલ કૉચ રેસ્ટોરન્ટ શરૂ કરાશે.

   આ વ્હિલ-માઉન્ટેડ રેસ્ટોરન્ટ જુના, બિનઉપયોગી ટ્રેનના કૉચમાંથી બનાવવામાં આવશે. તેમાં ઈન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ફૂડ વિકલ્પો હશે. આ રેલ કૉચ રેસ્ટોરન્ટ મુસાફરો અને શહેરની આસપાસના વિસ્તારમાં રહીશો રહેવાસીઓ માટે ૨૪ કલાક કાર્યરત રહેશે.

(12:12 AM IST)