<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

જમીનના દલાલો તો હોય પણ હવે રાજકારણમાં પણ દલાલો થઇ ગયા!

પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલનું સુચક નિવેદનઃ દલાલી કરતા કરતા બહુ સુખી થઇ ગયા

 

રાજકોટઃ કડી ખાતે  ડરણ ગામમાં વિદ્યાલયના અમળત મહોત્‍સવ પ્રસંગે નીતિન પટેલે મોટું નિવેદન આપ્‍યું છે. તેને કહ્યું કે, જમીનના દલાલો તો હોય પણ હવે રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે.

નીતિનભાઇ પોતાના સ્‍પષ્‍ટ અને આકરા નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરીએક વાર તેમના નિવેદને ચર્ચા જગાવી છે. નીતિનભાઇએ જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે.

કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમળત મહોત્‍સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે મહત્‍વપૂર્ણ નિવેદન કર્યું હતું.  શાળાના ૮૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્‍યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે,ઉમિયા માતાજીના આશીર્વાદ છે.

નીતિનભાઇએ વધુમાં કહ્યું કે,  અત્‍યારે ગામડામાં કોઈ સામાન્‍ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્‍યક્‍તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો ૧૦ થી ૧૫ કરોડના આસામી કહેવાય, પહેલા મહેનત કરીને આપવું પડતું હતું, અત્‍યારે ભગવાને એવું ગોઠવ્‍યુ છે કે, બધું ઓટોમેટીક જ વધી જાય. છેલ્લા ૩૦-૩૫ વર્ષમાં પાટીદાર સમાજમાં આર્થિક સમળદ્ધિ આવી છે. કડી વિસ્‍તારમાં જમીનોની કિંમતો એક કરોડથી પાંચ કરોડ સુધી પહોંચી છે, જેના કારણે અમદાવાદના બિલ્‍ડરો પણ આ વિસ્‍તાર તરફ આકર્ષાયા છે.

(10:26 AM IST)