<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

અમદાવાદ બાદ હવે રાજકોટ-વડોદરા-સુરતથી કુંભ મેળાની સ્‍પેશયલ બસો મૂકતુ એસ.ટી. : કાલથી દોડશે

રાજકોટથી પ્રયાગરાજ ભાડૂ ૮૮૦૦ રૂપિયા : પ્રયાગ ખાતે રહેવાની વ્‍યવસ્‍થા મૂસાફરોએ કરવાની રહેશે

રાજકોટ,તા.૩ : ટ્રેન અને ફ્‌લાઈટમાં ભારે ભીડ થતી હોય ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્‍ચે વોલ્‍વો બસનો પ્રારંભ કર્યો હતો. ત્‍યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકો દ્વારા પ્રયાગરાજની બસ શરૂ કરવાની માગ કરી હતી. જે સંદર્ભે કાલથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ માટે વોલ્‍વો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા રહેવા સહિતની વ્‍યવસ્‍થા અંગે જરુરી સૂચનાઓ પણ જાહેર કરી છે. આ બસ બુકીંગ કાલથી શરૂ થયું છે.

કાલથી નવી પાંચ બસ દોડાવાશે. જેમાં અમદાવાદથી વધુ એક બસ ઉપરાંત સુરતથી ૨ અને વડોદરા-રાજકોટથી ૧-૧ બસ દોડાવાશે.

  ઞ્જ સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્‍યવસ્‍થા બારણ મધ્‍યપ્રદેશ મુકામે કરાઇ છે.

 ઞ્જ અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને  ઞ્જ થમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્‍યવસ્‍થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર 

શરૂ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્‍યવસ્‍થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે

ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી -યાગરાજ વચ્‍ચે જે વોલ્‍વો બસ ચાલશે. તેના પેકેજના દર આ મુજબ છે.  અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી રૂ. ૮૨૦૦, રાજકોટથી રૂ. ૮૮૦૦  આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજ  ગઇકાલથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી શરૂ કરાયું છે. 

 કાલથી રાજકોટ થી  પ્રયાગરાજ જવા માટે નવીન વોલ્‍વો બસ સર્વિસ શરૂ કરવામાં આવનાર છે. જેનું સમયપત્રક નીચે મુજબનું રહેશે.

(12:26 PM IST)