News of Monday, 3rd February 2025
સાપુતારામાં બસ ખીણમાં પડી જતા અકસ્માત : વધુ એકનું મોત થતાં મૃત્યુઆંક 6એ પહોંચ્યો
મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રવાસે નીકળેલી બસ નાસિકથી દ્વારકા જઇ રહી રહી ત્યારે સાપુતારામાં ખીણમાં ખાબકી હતી: બસમા આશરે 48 જેટલા મુસાફરો સવાર હતા

સાપુતારામાં બસ ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ બસમા આશરે 48 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી 5 જેટલા મુસાફરોનુ કરુણ મૃત્યુ થવા પામ્યુ હતુ. જ્યારે 24 જેટલા ગંભીર રીતે ઘાયલ દર્દીઓને, આહવા સિવિલ હોસ્પિટલ તથા સુરત સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. દરમ્યાન વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે. ડાંગની હોસ્પિટલમાં દાખલ શાંતિબેન લૌધા નામની મહિલાને વધુ સારવાર માટે 108 મારફતે સુરત લાવવામાં આવી રહ્યાં હતા, પરંતુ સુરત પહોંચે તે પહેલાં જ મહિલાએ દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે 2 ફેબ્રુઆરી 2025ના રોજ વહેલી સવારે 4:30 થી 5 વાગ્યાના સુમારે, આહવા તાલુકાના સાપુતારા-માલેગામ ધાટમાર્ગમા મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રવાસે નીકળેલી કુલ 4 જેટલી ખાનગી લક્ઝરી બસો, કે જે મહારાષ્ટ્રના નાસિકથી (ત્ર્યંબકેશ્વર) ગુજરાતના દ્વારકા તરફ જઇ રહી હતી ત્યારે, (બસ નંબર UP 92 AT 0364) ખીણમા પલ્ટી મારી જતા, ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. આ બસમા આશરે 48 જેટલા મુસાફરો સવાર હતા.
બસમા સવાર મુસાફરોને 108-એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક નજીકના શામગહાન સી.એચ.સી ખાતે સારવાર અર્થે લાવવામા આવ્યા હતા. જેમાંથી 5 જેટલા મુસાફરોનુ કરુણ મૃત્યુ થવા પામ્યુ હતુ. જ્યારે 24 જેટલા ગંભીર રીતે ઘાયલ દર્દીઓને, આહવા સિવિલ હોસ્પિટલ તથા સુરત સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. તો 21 જેટલા સામાન્ય ઇજા પામેલા દર્દીઓને, શામગહાન સી.એચ.સી ખાતે સારવાર આપવામા આવી રહી છે.
આ સમગ્ર ઘટના અંગે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલને વહેલી સવારે જાણ થતા તેઓ તુરત જ, વહેલી સવારના અંધકારમા ઇજાગ્રસ્ત મુસાફરોની જાત મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, 23 ડિસેમ્બર-2024ના રોજ મધ્યપ્રદેશના ગુના, શીવપુરી અને અશોકનગર જિલ્લાની કુલ 4 જેટલી લક્ઝરી બસો મારફત, ભારતના ધાર્મિક પ્રવાસે નિકળેલા મુસાફરોની એક બસને, વહેલી સવારે સાપુતારા ધાટમાર્ગમા ગંભીર અકસ્તમાત નડ્યો હતો. ઘટના અંગેની જાણ થતા, ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી સહિત, સાપુતારા નોટીફાઇ એરીયાના મામતદાર, ડિઝાસ્ટર મામલતદાર, આરોગ્ય અધિકારી, અને પોલીસ અધિકારીઓ સહિત વહિવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા, સંપુર્ણ નિષ્ઠાપુર્વક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામા આવી હતી
ઉપરાંત ઘટનામા અકસ્માતે મૃત્યુ પામેલ મૃત્કોને તેઓના વતન મધ્યપ્રદેશમા મોકલવા માટે તંત્ર દ્વારા આનુશાંગિક વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે. તો ઘાયલ વ્યક્તિઓને સંપુર્ણ સારવાર મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા હોસ્પિટલમા તમામ વ્યવસ્થાઓ કરવામા આવી છે. જેમ જેમ આવશ્કતાઓ જણાશે તે મુજબ તંત્ર દ્વારા સંપુર્ણ પ્રયાસ કરવામા આવશે, તેમ પણ જિલ્લા કલેક્ટરએ વધુમા જણાવ્યુ હતુ.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
