<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ખબરદાર લોકોને હેરાન કર્યા છે તો ૮૦૦ લોકોને પાસામાં ધકેલી સીપી સંતોષ માનવાનાં નથી

૨૧ વર્ષ જૂના રીઢા ફરાર આરોપીઓ પકડવા પણ અમારી ટીમ સક્રિય જ છે......‘અકિલા' સાથેની વાતચીતમાં સુરત PCB પીઆઇ આર. એસ.સુવેરાં વાયરલ અભિયાનની અંદરની વાતો વર્ણવે છે લોકો પાસેથી ચામડા તોડ વ્‍યાજ વસુલનાર એક સાથે ચાર ચાર વ્‍યાજખોરોને પાસામાં ધકેલી દીધા પછી હજુ પણ વધુ વ્‍યાજખોર બચવાના નથી, એક સાથે વધુ ૧૬ પાસાનાં પિંજરામાં

રાજકોટ, તા.૩:  મારી સુરત્તની પ્રજાને હેરાન કર્યા તો મૂવા સમજજો તેવી રીઢા ગુનેગારો અને લુખ્‍ખાઓનો મેળો યોજી સખ્‍ત ચીમકી આપનાર સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા  ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત સાથે ચર્ચા કરી વિવિધ પોલીસ મથકોમાંથી સામેથી આવા તત્‍વોનું  લીસ્‍ટ મંગાવી પાસામાં ધકેલવાનાં અભિયાન ગત વર્ષે ૭૦૪ થી વધુ અને ચાલુ માસમાં ૯૫ શખ્‍સોને પાસામાં ધકેલવા સાથે  એક સાથે વધુ ૧૬ને પાસામાં ધકેલતા લોકો સીપી અને ટીમ પર આફ્રિન પોકારવા સાથે વિવિધ સંગઠનો સીપી ઓફિસે આભારદર્શન કરવા મોટી સંખ્‍યામાં ઉમટી પડે છે તેમ સુકાની PCB પીઆઇ આર.એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

જે શખ્‍સો પકડાયા છે તેમાં ૪૭ ભયજનક, ૪૮ બુટલેગર, ૫ વ્‍યાજખોર , મહિલા સતામણી કરનાર ૪, અને અનૈતિક વ્‍યવહાર કરનાર એક શખ્‍સનો સમાવેશ છે.

આજ રીતે પોલીસ કમિશનર દ્વાર ચાર્જ લેતા સાથે સહુને જણાવેલ કે, ગુનેગાર ગુન્‍હો કર્યા પછી ફરાર રહે તે પોલીસ માટે શરમજનક બાબત ગણાય, આ એક જ વાકય સુરત પોલીસનાં સિનિયરથી પોલીસમેં સુધી સહુને સ્‍પર્શી ગયેલ અને જોરદાર અભિયાન શરૂ થયેલ.

૨૦૨૩ માં ૨૦ વર્ષ થી વધુ  સમયથી ફરાર હોય તેવા ૧૩ આરોપીઓને PCB દ્વારા પકડવામાં આવ્‍યા.

૨૦૨૪ માં ૧૦ વર્ષ થી વધુ સમયથી ફરાર હોય તેવા ૮ આરોપીઓ PCB દ્વારા પકડયા છે.

(2:56 PM IST)