તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Monday, 3rd February 2025
સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર 5 કરોડની ખંડણી કેસમાં પકડાયો:ધારાસભ્યંનો ભાઈ હોવાનો મારતો શેખી
ઇન્ડસ્ટ્રીઝ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ૫ કરોડની ખંડણી માંગી : ખંડણી પેટે 45 લાખની રકમ ઉધરાવવા આવેલા 2 શખ્સોને ઝડપી લેવાયા

સુરતના સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીઝ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ૫ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ ખંડણી પેટે 45 લાખની રકમ ઉધરાવવા આવેલા 2 ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે, આજથી ચાર મહિના પહેલાં અજય ત્રિવેદી તથા તેજસ પાટીલ નામના બે વ્યક્તિઓ મહેન્દ્રકુમાર ધીરજલાલ રોમલિયા પાસે આવ્યા હતા. સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એન્વાયર અને ગ્લોબ એનવાયરો લિમિટેડ નામની બે ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે કેમિકલ ડિસ્ચાર્જ થાય છે અને આ બાબતના પુરાવા અમારી પાસે છે.
અમે જીપીસીબી વિભાગમાં આ પુરાવા રજૂ કરી જીપીસીબી તરફથી ક્લોઝર અપાવી ખોટા કેસમાં ફસાવી નાખીશું અને જો આગળની કાર્યવાહી ન કરવી હોય તો તેના પેટે 5 કરોડ રૂપિયાની માંગ કરી રૂપિયા નહીં આપો તો ફસાવી દેવાની ધમકી આપી 45 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. તેમજ દર વર્ષે 11 લાખ રૂપિયા હપ્તા પેટે આપવાનું જણાવ્યું હતું. જેને લઈ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. તે સંદર્ભે પોલીસે અજયભાઈ રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે બે કાર અને રોકડા 45 લાખ મળી 51 લાખ 40 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંનેના ઘરે મોડી રાત્રે સર્ચ કરતા લેપટોપ મોબાઈલ અને અનેક ફાઈલો મળી આવી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કોને-કોને બ્લેકમેઈલ કર્યા આ સાથે કોને કોલ કર્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો વેસ્ટ કેમિકલ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા સચિન ઇન્ફ્રા એન્વાયરો લિમિટેડ અને ગ્લોબ એન્વાયરો લિમિટેડ નામની સંસ્થાના કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મૂકવામાં આવે છે. આ સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીબીના નિયમો અનુસાર કરે છે ત્યારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બે વર્ષથી મહેન્દ્રકુમાર ધીરજલાલ રામોલિયા ડાયરેક્ટર છે. તેજસ પાટીલ ભૂતપૂર્વ ભરત પાટીલનો છોકરો છે. તેના પિતા છેલ્લાં કેટલી સમયથી ભાજપ પાર્ટીમાં દબદબો હતો. હાલ તે પાર્ટીમાં નિષ્ક્રિય છે. ભરત પાટીલ અગાઉ ઉધના સિટીઝન બેંકમાં વાઇસ ચેરમેન હતા. ભરત પાટીલ વિરૂદ્ધ પણ બેંક ફ્રોડનાં કેસો થાય હતા અને બે વર્ષ જેટલો સમય લાજપોર જેલમાં રહી ચૂક્યા છે.
સાતીર અજયએ 45 લાખમાં મેટર સેટલ કરવાનું નક્કી કરી ગત 01મીના રોજ તેજસને મહેન્દ્ર રામોલિયાની ઓફિસે મોકલ્યો હતો. ત્યાં મહેન્દ્રભાઈએ અજય આવશે તો જ પૈસા આપવાનુ કહેતા પૈસા લેવાની લાલચ અજયને મહેન્દ્ર રામોલિયાની ઓફિસ સુધી ખેંચી લાવી હતી. પૈસા ભરેલો થેલો જોઈ અજયની આંખો અંજાઈ ગઈ હતી. જો કે આ રીતે તે આબાદ ક્રાઈમ બ્રાંચના છટકામાં સપડાયો હતો.અજય એક એમોથી કામ કરતો હતો.
અજય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં RTI કરતો અને ઇન્ડસ્ટ્રીનાં કંપની સંચાલકોને બ્લેક મેઈલ કરતો હતો. અજય લાગતા વગળતા તમામ વિભાગોમાં અરજીઓ કરતો અને અધિકારીઓને દબાણ કરતો હતો.અધિકારીઓનું દબાણ વધતાં સંચાલકો અજય પાસે સરેન્ડર થતાં પણ અજય પૈસા નક્કી કરવા અન્ય તેના સાગરીતને મોકલતો અને પૈસા નક્કી થયા પછી અન્ય બીજા સાગરીતને મોકલતો હતો. ઘણા સમયથી તે કોઈના હાથમાં આવતો ન હતો. આખરે મોટા રૂપિયાની લાલચે તેને જેલ ભેગો કરી દીધો હતો.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
