News of Monday, 3rd February 2025
રાજયમાં મગફળીનો ઉંચો ભાવ વ્યારામાં 1400 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 24 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 1,093.36ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 1,093.36ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1100 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1376 રૂ., તલોદમાં 1310 રૂ., હળવદમાં 1193 રૂ., વિજાપુરમાં 1180 રૂ., મોડાસામાં 1171 રૂ., ગોંડલમાં 1091 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,093.36 ટન મગફળીની આવક થઇ છે.


(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
