<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ધ્રાંગધ્રામાં 5101 રૂપિયા બોલાયો : જાણો 20 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 20 માર્કેટિંગ યાર્ડમાં કુલ 471.12 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 20 માર્કેટિંગ યાર્ડમાં કુલ 471.12 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં 5101 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ઉંચો ભાવ 4063 રૂ. અને નીચો ભાવ 3490 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત જામનગરમાં 4065 રૂ., ભાવનગરમાં 4055 રૂ., વાવમાં 4050 રૂ., જસદણમાં 4025 રૂ., રાજકોટમાં 4 હજાર રૂ., ગોંડલમાં 3971 રૂપિયા ભાવ બોલાયો હતો

  કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 471.12 ટન આવક થઇ છે .

(7:34 PM IST)