News of Monday, 3rd February 2025
રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1530 રૂપિયા સુધી બોલાયો: જાણો 42 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 3,008.18 ટન કપાસની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 3,008.18 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1311 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1517 રૂ., હળવદમાં 1495 રૂ., બોડેલીમાં 1494 રૂ., સિદ્ધપુરમાં 1490 રૂ., વિસનગરમાં 1482 રૂ., ઉનાવામાં 1476 રૂ., ગોંડલમાં 1431 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,008.18 ટન કપાસની આવક થઇ છે.



(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
