News of Monday, 3rd February 2025
રાજ્યના આગામી 24 કલાક બાદ કડકડતી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ :લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રી સુધી ઘટાડો થઇ શકે
કેશોદમાં 12.9, ભુજમાં 13.8, પોરબંદરમાં 14.9 ડિગ્રી. કંડલા પોર્ટમાં 15, મહુવામાં 15.1, ડીસામાં 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ : રાજ્યમાં હાલ રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જોકે 24 કલાક બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં 31.8 ડિગ્રી મહત્તમ અને 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહી શકે છે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં આગામી 24 કલાકમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ બેથી ચાર ડિગ્રી સુધી લઘુત્તમ પારો ગગડી શકે છે. આગામી સાત દિવસ રાજ્યમાં માવઠાની કોઇ શક્યતા જણાતી નથી.
રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો વડોદરામાં 32 ડિગ્રી, ભાવનગરમાં 32, અમદાવાદમાં 31.8, સુરતમાં 31.6, મહુવામાં 31.2, ગાંધીનગરમાં 30.2, અમરેલીમાં 30, સુરેન્દ્રનગરમાં 30, રાજકોટમાં 29.7, કેશોદમાં 29.5, નલિયામાં 29.2, દ્વારકામાં 29.2, વલ્લભ વિદ્યાનગરમાં 29.1, પોરબંદરમાં 29.1, ભુજમાં 28.8, ડીસામાં 28.6, કંડલા પોર્ટમાં 28.2, વેરાવળમાં 27.1 અને ઓખામાં 25 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 8.6 ડિગ્રી, કેશોદમાં 12.9, ભુજમાં 13.8, પોરબંદરમાં 14.9, કંડલા પોર્ટમાં 15, મહુવામાં 15.1, ડીસામાં 15.2, રાજકોટમાં 15.4, ગાંધીનગરમાં 15.5, વલ્લભ વિદ્યાનગરમાં 15.6, અમરેલીમાં 15.8, વડોદરામાં 16.8, અમદાવાદમાં 17, સુરતમાં 17.2, સુરેન્દ્રનગરમાં 17.3, ભાવનગરમાં 17.4, વેરાવળમાં 17.8, દ્વારકામાં 19.8, ઓખામાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
