News of Monday, 3rd February 2025
વડોદરામાં ગ્રાહક બની ચોરી કરેલા દાગીના વેચવા જતા ઝડપાયા : ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરતા 3 ગુનાનો ભેદ ઉકેલાયો
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગ્રાહક તરીકે જઈને નજર ચૂકવી નકલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરી હતી

વડોદરા શહેરની જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહક તરીકે જઈને નજર ચૂકવી નકલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરનાર મહિલાને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઝડપી પાડી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
વડોદરા શહેરમાં જ્વેલર્સ ની દુકાન માં અજાણી મહિલાઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગ્રાહક તરીકે જઈને નજર ચૂકવી નકલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરતા હોવાનું ફરિયાદ મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી મહિલાઓ અંગે સીસીટીવી ફૂટેજ ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારિત તપાસ કરી હતી.
આ દરમિયાન એક શંકાસ્પદ મહિલા દાગીના વેચવા માટે માંડવી સોની બજારમાં ફરી રહી છે, તે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે સ્થળ પર પહોંચી હતી. અંબા માતાજીની પોળમાં એક મહિલા નામે પ્રવિણાબેન ઉર્ફે ટીની રહે. કોયલીની અટકાયત કરી હતી. આ મહિલા પાસેના રૂમાલમાં બાંધી રાખેલ સોનાની એક ચેન સોનાની બે વીંટી મળી આવી હતી. મહિલાને આ તેની પાસેથી મળી આવેલ દાગીના અંગે પૂછપરછ કરતા મહિલાએ કોઈ સચોટ માહિતી આપી ન હતી.
જેથી મહિલાની વધુ પૂછપરછ કરતા તેણે શહેરના અલગ અલગ જવેલર્સની દુકાનમાં સોનાના દાગીના ખરીદવાના બહાને જઈને જ્વેલર્સ ની નજર ચૂકી ઘરેણાની ચોરી કરી અને ઓરીજનલ દાગીનાની જગ્યાએ બગસરાના નકલી દાગીના મૂકી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રવિણાબેન ઉર્ફે ટીનીની ધરપકડ કરી ચોરીનો દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
