<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

પાટણમાં રાધનપુર માર્કેટ યાર્ડ પાસે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો : એક નું મોત :એક ઘાયલ

રોડ ક્રોસિંગ કરતી વખતે અકસ્માત : યાર્ડમાં મજૂરી કામ કરતા મૂળા રામ મારવાડીનું મોત

પાટણમાં રાધનપુર માર્કેટ યાર્ડ પાસે અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. રોડ ક્રોસિંગ કરતી વખતે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે ઘાયલ થયાં અને એકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં મૂળા રામ મારવાડીનું મોત થયું હતું જે રાધનપુર માર્કેટ યાર્ડ ખાતે મજૂરી કામ કરતો હતો.

બાઈક ઉપર સવાર બે લોકો ઘાયલ જે બંને મેમદાવાદ ગામના રહેવાસી હતા. આ બંને ઇજાગ્રસ્તો સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:46 PM IST)