News of Monday, 3rd February 2025
ગુજરાતમાં વધુ એક પેપર લીક !: યુનિવર્સિટીની B.COM સેમ 1નું ઇંગ્લિશ મીડિયમનું પેપર વોટ્સએપમાં વહેચાયુ !
પેપરના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી એક ગ્રુપમાંથી 1 વિધાર્થી દીઠ 300 અને 100 સ્ટુડન્ટના 30 હજાર રૂપિયા લેવાની વાત: NSUIએ પુરાવા અને કોલ, રેકોર્ડિંગ બહાર પાડયા

અમદાવાદ :રાજ્યમાં વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીનું B.COM સેમ 1નું ઇંગ્લિશ મીડિયમનું પેપર લીક થયું હતું. આ પેપર વોટ્સએપ પર ફરતું થયુ હતું. ગાંધીનગર સેક્ટર 15ની ગવર્મેન્ટ કૉલેજના વિદ્યાર્થી દ્વારા પૈસા લઇ આ પેપર આપવામાં આવતું હતું.
પેપરના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી એક ગ્રુપમાંથી 1 વિધાર્થી દીઠ 300 અને 100 સ્ટુડન્ટના 30 હજાર રૂપિયા લેવાની વાત થઇ હતી. વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા જેના સંપૂર્ણ પુરાવા અને કોલ રેકોર્ડિંગ NSUIએ બહાર પાડયા છે.NSUIએ ગાંધીનગર પોલીસમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી અને ગેરમાર્ગે દોરવામાં આવ્યાની ફરિયાદ કરી છે. જે વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યા છે તેની સંપૂર્ણ તપાસ કરવાની માંગણી કરાઈ છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
